પરિચય
‘આર.સી’ના હુલામણા નામે ઓળખાતા શ્રી રમેશ પટેલનો રાજકીય પ્રવેશ ૧૯૯૮ માં ભારતીય જનતા પક્ષના સામાન્ય કાર્યકર તરીકે થયો. ૧૯૯૫માં શ્રી સી.ડી. પટેલની સામે ચૂટણી લડવા ભાજપને કોઈ યુવાન અને સક્ષમ ઉમેદવારની શોધ હતી. એ સમયે એમની નજર શ્રી આર.સી. પટેલ ઉપર ઠરી. ‘આર.સી.’ યુવાન નેતા હોવાથી જલાલપોર મતવિસ્તારના યુવાનોમાં એમનું નામ સાંભળીને ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને આ યુવાન કાર્યકર્તાઓ આર.સી.ને જીત અપાવવા માટે નીકળી પડ્યા. ૧૯૯૮માં વિધાનસભાની ફરી ચૂટણી થઇ અને સદગત સી.ડી. પટેલને હાર આપીને ‘આર.સી.’ વિજેતા થયા. સી.ડી. પટેલને હરાવ્યા હોવાથી એ ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખાયા.