સમયરેખા

૨૦૧૭

જલાલપોર મતવિસ્તારની ૧૪મી વિધાનસભાની ચૂંટણીમાં જલાલપોરની બેઠક ઉપર ૨૫૬૬૪ મતોથી જંગી વિજય થયો.

૨૦૧૪

નાયબ મુખ્ય દંડક – ગુજરાત વિધાનસભા તરીકે નિમાયા

૨૦૧૩

નાયબ દંડક – ગુજરાત વિધાનસભા તરીકે નિમણુક

૨૦૧૨

જલાલપોર મતવિસ્તારના ૧૨મી વિધાનસભાની ચૂંટણીમાં જલાલપોરની બેઠક ઉપર ૧૭,૦૦૦ થી વધુ મતોથી જંગી વિજય થયો.

૨૦૦૭

જલાલપોર મતવિસ્તારના ૧૧મી વિધાનસભાના ઉમેદવાર તરીકે ૩૩,૧૩૧ મતોની સરસાઈ થી વિજય મેળવ્યો.

૨૦૦૪

નવસારી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના ચેરમેન બન્યા.

૨૦૦૨

ફરી જલાલપોર મતવિસ્તારના ૧૦મી વિધાનસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા.
બક્ષીપંચ ગુજરાત પ્રદેશ મોરચાના ઉપપ્રમુખ બન્યા.

૧૯૯૮

ફરી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી શ્રી સી. ડી. પટેલની સામે ૧૬૯૨ મતોથી વિજય મેળવ્યો.
“દાંડી વિભાગ ખેતીવાડી સહકારી મંડળી લિ.” ના પ્રમુખ બન્યા.

૧૯૯૫

જલાલપોર વિધાનસભાના ઉમેદવાર તરીકે તે સમયના ગૃહ રાજ્ય મંત્રી શ્રી સી.ડી.પટેલ સામે ચૂંટણી લડ્યા.

૧૯૯૩

વલસાડ (અને નવસારી સંયુક્ત) જીલ્લા યુવા મોરચાના મંત્રી

૧૯૮૮

ભારતીય જનતા પક્ષના સક્રિય સભ્ય બન્યા.

૧૯૮૭

સામાપોર ગામનાં દક્ષાબેન સાથે લગ્ન થયા.

૧૯૭૯

બી. યુ. માસ્તર સાર્વજનિક હાઈસ્કુલમાંથી એસ.એસ.સી. પાસ
વેલ્ડર તરીકે અખાતી દેશમાં રોજગાર અર્થે ગયા.

 

જન્મ – ૫, ઓક્ટોબર ૧૯૫૯