સમાચાર

India@75 અંતર્ગત આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની શરૂઆત સાથે તારીખ : ૧૨ માર્ચ ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી અહિંસા – એકતા અને સમભાવ ના સંદેશા ને લઈ નીકળેલી યાત્રાનું આજે ઐતિહાસિક દાંડી ખાતે પૂર્ણ થઈ… દાંડી ખાતે આ ઐતિહાસિક ઘટનાના સમાપન સમારોહમાં સન્માનીય ઉપ રાષ્ટ્રપતિ માન. શ્રી એમ. વેંકૈયાનાયડુજી, કેન્દ્રિય પર્યટન મંત્રી માન. શ્રી પ્રહલાદ સિંહ પટેલ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી, સિક્કિમના માન. મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગ, માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમજ વિવિધ રાજ્યોના કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આમંત્રિત ગાંધીજનો સાથે ઉપસ્થિત રહ્યો… ભારતની આઝાદી માટેના સંગ્રામમાં દાંડી નમક સત્યાગ્રહનું વિશિષ્ટ મહત્વ છે. દાંડી યાત્રામાં જોડાયેલા તમામ ૮૧ પદયાત્રીઓને અભિનંદન…

April 6, 2021

India@75  અંતર્ગત  આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની શરૂઆત સાથે તારીખ : ૧૨ માર્ચ ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી અહિંસા –

શ્રી પ્રવિણસિંહ ઠાકોર પરિવારના નવા સાહસ ઠાકોર પેટ્રોલિયમ નો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… ઠાકોર પરિવારને તેમના નવ સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભાકાનાઓ…

March 14, 2021

શ્રી પ્રવિણસિંહ ઠાકોર પરિવારના નવા સાહસ ઠાકોર પેટ્રોલિયમ નો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી…   ઠાકોર પરિવારને તેમના નવ સાહસ થકી

શ્રી કાંતિભાઈ નારણભાઈ ગાંધી (કરાડીવાળા) હાલ અમેરિકા નિવાસીના સૌજન્યથી લાયન્સ ક્લબ ઓફ નવસારી મીડટાઉન નવસારી આયોજીત અને રોટરી આઈ ઈન્સ્ટિટયૂટ, દુધિયા તળાવ, નવસારી “માલિબા નેત્રસંકુલ”ના સંયુકત ઉપક્રમે ડિસ્ટ્રીકટ બ્લાઈન્ડનેશ કન્ટ્રોલ સોસાયટીના સહયોગથી જલાલપોર તાલુકાના ઐતિહાસિક કરાડી ગામ ખાતે આવેલ ભારત વિધાલય કરાડી હાઈસ્કૂલમાં વિનામુલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રહ્યો… છેવાડાના માનવીને પણ નેત્ર ચિકિત્સા ઉપલબ્ધ કરવાના રોટરી આઇ ઈન્સ્ટિટયૂટના સંકલ્પ અને તેના માટેના અથાગ પરિશ્રમ ને બિરદાવુ છું…

March 14, 2021

શ્રી કાંતિભાઈ નારણભાઈ ગાંધી (કરાડીવાળા) હાલ અમેરિકા નિવાસીના સૌજન્યથી લાયન્સ ક્લબ ઓફ નવસારી મીડટાઉન નવસારી આયોજીત અને રોટરી આઈ ઈન્સ્ટિટયૂટ,

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તથા ઐતિહાસિક દાંડી યાત્રાના ૯૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ‘India@75’ (આઝાદીનો અમૃત મહોત્સવ) હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન થનાર છે. “આઝાદીનો અમૃત મહોત્સવ“ની દેશવ્યાપી ઉજવણીના પ્રસંગે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ શુભારંભ કરાવ્યો. જેના ભાગરૂપે આજરોજ સંસ્કાર ભારતી હાઇસ્કુલ ખાતે રાખવામાં આવેલ આ પર્વ માં ઉપસ્થિત રહ્યો… આવો, આ પર્વને ભારતના જન-જનનું, હર મનનું પર્વ બનાવીએ… આજરોજ ૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમથી ૮૧ જેટલા પદયાત્રીઓ દાંડીકૂચ કરશે અને ૫ મી એપ્રિલે દાંડી પહોંચશે… #AmritMahotsav

March 12, 2021

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તથા ઐતિહાસિક દાંડી યાત્રાના ૯૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ૧૭૪ – જલાલપોર મત વિભાગમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત, જલાલપોર તાલુકા પંચાયત, નવસારી તાલુકા પંચાયત તેમજ નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડની તમામ બેઠક પર ભવ્ય જીત મેળવવા બદલ આજે વિજલપોર ખાતે નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો… ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બદલ મળેલી નવી જવાબદારીનું મહત્વ સમજી ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવો એવી આગ્રહ ભરી વિનંતી… આજના આ સન્માન સમારંભમાં ભાજપા – ગુજરાત પ્રદેશના મંત્રી શ્રીમતી શિતલબેન સોની, ભાજપા જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા તેમજ મંડળ સંગઠનના હોદ્દેદારો, વડીલ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો તેમજ મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા… 🌷🌷🌷

March 6, 2021

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ૧૭૪ – જલાલપોર મત વિભાગમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત, જલાલપોર તાલુકા પંચાયત, નવસારી તાલુકા પંચાયત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૧ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે તમામ ઉમેદવારો ભવ્ય જીત મેળવશે એવો વિશ્વાસ છે… ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપોર શહેરના ચૂંટણી કન્વીનર શ્રી કરશનભાઇ ટીલવા અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા…

February 19, 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજયી સંકલ્પ સાથે આજે નવસારી વિજલપોર શહેરના વોર્ડ નં – ૧૧ ના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું…