પીવાનું પાણી

કોઈ પણ વિસ્તારના લોકો માટે પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત અને જીવનરક્ષક છે. જલાલપોર મતવિસ્તાર દરિયાકિનારાના કાંઠાવિસ્તારમાં ફેલાયેલો હોવાથી અહીં ખારા પાણીની અને ખારાશવાળી જમીનની સમસ્યા હંમેશથી હતી. આથી જલાલપોર મતવિસ્તારના લોકો માટે પીવાના સ્વચ્છ અને મીઠા પાણીની સરળ ઉપ્લબધિ વધુ અગત્યની હતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી આ બાબત ધ્યાનમાં આવતા શ્રી આર. સી. પટેલે આ બાબતને પ્રાથમિકતા આપી સરકારી વિભાગો સાથે યોગ્ય સમન્વય સાધી જરૂરી પગલા લઈ પીવાના પાણીના પ્રશ્નો હલ કર્યા.

તેમના પ્રયત્નો, દેખરેખ અને દિશાસુચન સાથે પીવાના પાણીની સુવિધાને સરળ બનાવવા પીવાના પાણી સંગ્રહ માટેની ટાંકીનું નિર્માણ અને પાણી વહેંચણી માટેની વ્યવસ્થા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે.

જેની વર્ષ ૨૦૧૭ સુધીની વિગતો નીચે દર્શાવેલ છે:

ક્રમ. વર્ષ કુલ (રૂ. લાખમાં)
૧. ૨૦૦૨ – ૨૦૦૭ ૯૪૩
૨. ૨૦૦૭ – ૨૦૧૨ ૧૧૦
૩. ૨૦૧૨ – ૨૦૧૭ ૫૦૨

ક્રમ
પાણી પુરવઠા યોજનાનું નામ
માહિતી
૧.
વાંસી – બોરસી જુથ પાણી પુરવઠા યોજના
 • આ યોજનામાં જલાલપોર મતવિસ્તારનાં ૫ ગામો આવેલ છે.
 • યોજનામાં સમાવિષ્ટ કુલ ૫ ગામો સોર્સ કક્ષાના છે.
 • સદર યોજના ૩૦ વર્ષ જૂની તેમજ મરામત અને નિભાવણીમાં મુશ્કેલી રહેવાથી ૨૦૧૬-૧૭ માં મીસીંગલીક કાર્યક્રમ હેઠળ સદર યોજનાની સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે.
 • તે પ્રમાણે બેઝ વર્ષ તરીકે (૨૦૧૬) ને ગણી ૩૦ વર્ષ માટે ૧૦૦ લિટર/કેપીટા/દિવસ મુજબ ગણતરી કરી વાંસી – બોરસી સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાનાં રૂ. ૨,૨૬,૬૧,૪૨૦.૦૦ નેટ અને રૂ. ૨,૬૭,૦૬,૪૯૦.૦૦ ગ્રોસ ખર્ચ સાથે બનાવવામાં આવેલ છે.
૨.
હાંસાપોર જુથ પાણી પુરવઠા યોજના
 • આ યોજનામાં જલાલપોર મતવિસ્તારનાં ૧૩ ગામો આવેલ છે.
 • જેમાંથી ૫ ગામો નો – સોર્સ, ૨ ગામો નોન નો – સોર્સ અને ૬ ગામો પીસી કક્ષાના છે.
 • યોજનામાં પાણીના પ્રાપ્તિસ્થાન તરીકે કાકરાપાર નહેરમાંથી પાણી મેળવી હાંસાપોર ગામ ખાતેના ૧૯૦૦૦૦ ક્ષમતાના અંકુર તળાવમાં પાણી સંગ્રહ કરી ૨૫૦ મી.મી. વ્યાસની ૧૩૦૦ મીટર લાંબી ડી.આઈ. પાઈપલાઈન દ્વારા રો-વોટર મેળવી ૪.૫૨ એમ.એલ.ડી. ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરી ૩.૮૦ લાખ લિટર ક્ષમતાના એક નંગ ભૂગર્ભ ટાંકામાં એકત્રિત કરી ૭.૫૫ લાખ લિટર ક્ષમતા અને ૨૫.૦ મી ઉંચાઈની એક ટાંકી મારફત ૩૧.૮૧ કિ.મી. લાંબી ગ્રેવીટી પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવેલ છે.
 • ઉપરોક્ત યોજનાના કામોનું ટર્નકી રૂ. ૨૭૭.૫૯ લાખનું મંજુર થયેલ છે. સદર યોજનામાં અત્યાર સુધી કુલ રૂ. ૩૨૯.૦૭ લાખ ખર્ચ થયેલ છે. જે તમામ કામો માહે ૮/૨૦૦૫ માં કામો પૂર્ણ કરી યોજના અંતર્ગતનાં તમામ ગામોને પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે.
 • હાલ ૧૧ ગામો પાસે પોતાના સ્વૈચ્છિક પાણી પુરવઠો વ્યવસ્થા હોઈ યોજનાનું પાણી મેળવતા નથી. પરંતુ ભવિષ્યમાં પાણીની જરૂરિયાત ઊભી થયેથી સમાવિષ્ટ ગામોની માંગણી અનુસાર પાણી આપી શકાય તેમ છે.
 • હાલમાં ૩ ગામોને કાકરાપાર નહેરમાંથી પાણી મેળવી મટવાડ ખાતેના તળાવમાં સંગ્રહ કરી રિચાર્જ કૂવા મારફત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
૩.
સુલતાનપુર – ઓંજલ જુથ પાણી પુરવઠા યોજના
 • આ યોજનામાં જલાલપોર મતવિસ્તારનાં ૬ ગામો આવેલ છે.
 • જેમાંના ૨ ગામો નો- સોર્સ અને ૪ ગામો પીસી કક્ષાના છે.
 • કાકરાપાર નહેરમાંથી પાણી મેળવી સુલતાનપુર ગામના ૧૦૬૯૧૧ ઘનમીટર ક્ષમતાના નાગ તળાવમાં પાણી સંગ્રહ કરી ૨૫૦ મી.મી. વ્યાસની ૧૮૩૦ મીટર લાંબી પી.વી.સી. ૬ કે.જી/સેમી ૨ પાઈપલાઈન દ્વારા રો-વોટર મેળવી ૨.૫૪ એમ.એલ.ડી. ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરી ૪.૦૦ લાખ લિટર ક્ષમતાના ભૂગર્ભ ટાંકામાં એકત્રિત કરી ૪.૦૦ લાખ લિટર ક્ષમતા અને ૨૫.૦ મી ઉંચાઈની ટાંકી મારફત ૨૬.૭૭ કિ.મી. લાંબી ગ્રેવીટી પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવેલ છે.
 • સદર યોજનાની મરામત અને નિભાવણીનું કમ હાલમાં ખાતા દ્વારા કરવામાં આવી રહેલ છે. જે અનુસાર યોજના અંતર્ગતના ૪ નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
 • અબ્રામા અને ખંભલાવ ગામ પોતાના સ્થાનિક સ્ત્રોતમાંથી પાણી મેળવે છે.
૪.
માંગરોળ – ડાલકી જુથ પાણી પુરવઠા યોજના
 • આ યોજનામાં જલાલપોર તાલુકાના ૧૯ ગામો આવેલ છે.
 • યોજનામાં સમાવિષ્ટ કુલ ૧૯ ગામોમાંથી ૮ ગામો નો-સોર્સ અને ૧૧ ગામો પીસી કક્ષાના છે.
 • પાણીના પ્રાપ્તિસ્થાન તરીકે કાકરાપાર નહેરમાંથી પાણી મેળવી પરસોલી ગામ ખાતેના ૧૧૦૦૦૦ ઘનમીટર ક્ષમતાના તળાવમાં પાણી સંગ્રહ કરી ૨૫૦ મી.મી. વ્યાસની ૧૦૦ મીટર લાંબી એમ.એસ. પાઈપલાઈન દ્વારા રો-વોટર મેળવી ૨.૬૦ એમ.એલ.ડી. ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરી ૬.૫૫ લાખ લિટર ક્ષમતાના ભૂગર્ભ ટાંકામાં એકત્રિત કરી ૪.૫૦ લાખ લિટર ક્ષમતા અને ૨૫.૦ મી ઉંચાઈની ટાંકી મારફત ૪૮.૪૫ કિ.મી. લાંબી ગ્રેવીટી પાઈપલાઈન દ્વારા ગામ લોકોને પાણી આપવામાં આવેલ છે.
 • આ યોજના અંતર્ગતનાં તમામ કામો માહે ૫/૦૬માં પૂર્ણ કરી યોજના અંતર્ગત ૫ ગામોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
 • ૧૪ ગામો પાસે પોતાના સ્વૈચ્છિક પાણી પુરવઠો વ્યવસ્થા હોય જેથી જુથ યોજનાનું પાણી મેળવતા નથી. ભવિષ્યમાં પાણીની જરૂરિયાત ઊભી થયેથી સમાવિષ્ટ ગામોની માંગણી અનુસાર પાણી આપી શકાય તેમ છે .