ગ્રામીણ વિકાસ

મહાત્મા ગાંધીજી કહેતા કે, ‘સાચું ભારત ગામડામાં વસે છે’. આજે આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ ભારત ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખાય છે. તેથી કહી શકાય કે આજે પણ ભારતનું સાચું ચિત્ર એટલે ગામડું.

શ્રી આર. સી. પટેલના મતવિસ્તારના તાલુકાઓ જલાલપોર અને નવસારી પણ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તાર ધરાવે છે અને તેઓ પણ માને છે કે ગામના છેવાડાના માનવીના વિકાસ વિના દેશનો વિકાસ અધૂરો છે. એક વિકસિત ગામ એટલે જેની પાસે જ્યાં લોકોની પાયાની બધી જ જરૂરિયાતો સંતોષાતી હોય, સ્વચ્છતા હોય, સુયોગ્ય રસ્તાઓ હોય, શિક્ષણ અને તેને લગતી સુવિધાઓ હોય. ખાસ કરીને ગ્રામ્યસ્તરે રહેતાં ગરીબ લોકોના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ શક્ય હોય. ગામોના વિકાસની જવાબદારી સારી પેઠે સમજતા હોય શ્રી આર. સી. પટેલે આ વિસ્તારના ગામોના વિકાસ માટે નોંધપાત્ર એવી કામગીરી હાથ ધરી છે.

જલાલપોર તાલુકાના મતવિસ્તારના ગામોમાં ૨૦૧૭ સુધીમાં થયેલા વિકાસના કાર્યોની માહિતી

ક્રમ
વિગત
સંખ્યા
કુલ રકમ (રૂ. લાખમાં)
1.
સેનીટેશન ગટર
305
433.33
2.
ઘન કચરા નિકાલ
4
13.00
3.
પાણી સુવિધા
118
134.71
4.
ઓવારા
21
34.33
5.
બ્લોક પેવિંગના કામો
460
1015
6.
આંતરિક રસ્તાના કામો
1408
2428.99
7.
ડામર / આર. સી. સી.
350
422.20
8.
નાળું / સ્લેબ ડ્રેઇન
18
18.93
9.
શૌચાલય
3960
469.58
10.
પ્રોટેક્શન વોલ / કમ્પાઉન્ડ વોલ
21
46.49
11.
પ્રાથમિક શાળામાં શેડ / સ્ટોર રૂમ
2
6
12.
પ્રાથમિક શાળામાં શૌચાલય
23
34.28
13.
બાંકડા
752
25.57
14.
બસ સ્ટેન્ડ
1
2
15.
પીચીંગ
1
1
16.
અન્ય
3
8