ભાજપ – ઇતિહાસ

૧૯૮૦માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો શ્રી અટલ બિહારી બાજપાઈની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો ત્યારે ભારતીય રાજકારણમાં એક નવી આશાનો ઉદય થયો હતો. ભાજપના પુરોગામી તરીકે ભારતીય જનસંઘ ૧૯૫૦, ૬૦ અને ૭૦ ના દસકાથી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું અને તેના નેતા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મંત્રીમંડળમાં રહી ચૂક્યા હતા. ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી જનસંઘ શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકારનું એક અભિન્ન અંગ હતું. ભાજપ ભારતીય જનસંઘ ઉત્તરાધિકારી પાર્ટી છે, જે પોતે ૧૯૭૭માં જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવી હતી. જનતા પાર્ટીના આંતરિક મતભેદોને ૧૯૭૯માં જનતા સરકારના પતનમાં પરિણમતાં 1980 માં ભાજપે એક અલગ પક્ષ તરીકે રચના કરી હતી.

ભાજપ લોકશાહી અને યોગ્યતાનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી બની. અહીં કોઈપણ સભ્ય ભલે તેની જાતિ, પ્રદેશ અથવા ધર્મ કોઈપણ હોય તે તેની લાયકાતથી ટોચના સ્થાને પહોંચી શકે એમ હતું. આ લોકો અને કાર્યકર્તાઓ પાર્ટી હતી, વ્યક્તિગત પરિવારની નહીં. પોતાની સ્થાપનાના પ્રારંભથી જ, મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે ભાજપા પ્રતિબદ્ધ હતું.

દીનદયાળ ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવેલ ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતથી ભાજપા અત્યંત પ્રેરિત છે. ખૂબ જ થોડા સમયમાં ભાજપની ગણના ભારતના રાજકીય ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં થવા લાગી. ૧૯૮૯માં (સ્થાપનાના માત્ર ૯ વર્ષમાં) લોકસભામાં પક્ષના સભ્યોની બેઠકો ૨ થી ૮૫ સુધી પહોંચી ગઈ. ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ જનતાદળનું સમર્થન કર્યું અને રાષ્ટ્રીય મોરચાનું નિર્માણ થયું, જેણે ૧૯૮૯-૯૦માં ભારતમાં સરકાર બનાવી. આ ઉન્નતિ ૧૯૯૦ના દસકામાં ચાલુ રહી, ભાજપે ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીઓમાં ઘણા રાજ્યોમાં પોતાની સરકારો બનાવી. ૧૯૯૧માં ૧૨૦ બેઠકો મેળવી ભાજપા લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ ઉભરી, જે પ્રમાણમાં એક યુવા પક્ષ માટે એક નોંધપાત્ર ઉપલબ્ધિ હતી. ૧૯૯૫માં આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપાના કમળ ખીલ્યા.

૧૯૯૬માં શ્રી અટલ બિહારી બાજપાઈએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે સંપૂર્ણ બિન-કોંગ્રેસી પૃષ્ઠભૂમિવાળા તે દેશના સૌપ્રથમ વડાપ્રધાન બન્યા. ભાજપે ૧૯૯૮ અને ૧૯૯૯ની ચૂંટણીઓમાં લોકોનો જનાદેશ પ્રાપ્ત કર્યો અને શ્રી બાજપાઈજીના નેતૃત્વમાં ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી છ વર્ષ દેશનું સંચાલન કર્યું. ૨૦૧૪માં ફરી લોકસભામાં ૨૮૨ બેઠકો પર જંગી બહુમતી હાંસલ કરી ભાજપાએ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની રચના કરી.

ભારતીય જન સંઘના સ્થાપક – શ્યામ પ્રસાદ મુખરજી (૧૯૦૧ – ૧૯૫૩)

તેમનો જન્મ જુલાઈ ૬, ૧૯૦૧ ના રોજ એક નામાંકિત પરિવારમાં થયો હતો. તેમના પિતા સર અસૂતોશ બાલ્કમાં એક શિક્ષક અને બૌદ્ધિક તરીકે વ્યાપકપણે જાણીતા હતા. કલકત્તા યુનિવર્સિટીમાંથી તેઓ સ્નાતક થયા, ડૉ. મુકર્જી ૧૯૨૩ માં સેનેટના સાથી બન્યા હતા. તેમણે તેમના પિતાના મૃત્યુ પછી ૧૯૨૪ માં તેઓ કલકત્તા હાઇકોર્ટમાં વકીલ બન્યા હતા. ત્યારબાદ તેમણે ૧૯૨૬ માં ઈંગ્લેન્ડ જવા માટે વકીલાત છોડી દીઘી ૩૩ વર્ષની ઉંમરે, તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં વિશ્વની સૌથી નાની વયના ચાન્સેલર બન્યા હતા અને ૧૯૩૮ સુધી આ કચેરીમાં કાર્યરત રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમને ઘણા રચનાત્મક સુધારાઓની કર્યા હતા, તેઓ એશિયાટિક સોસાયટીમાં સક્રિય હતા ઉપરાંત તેઓ કોર્ટના સભ્ય હતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોરની કાઉન્સિલ અને ઇન્ટર-યુનિવર્સિટી બોર્ડના ચેરમેન હતા.

તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે બંગાળની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ કૉંગ્રેસે વિધાનસભાને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેઓ એક સ્વતંત્ર ચૂંટણી લડ્યા અને ચૂંટાયા.

પંડિત નેહરુએ તેમને ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે વચગાળાની સરકારમાં સામેલ કર્યા. નેહરુ અને લિયાકત અલી ખાન (પાકિસ્તાનના પ્રધાનમંત્રી) વચ્ચે દિલ્હી સંધિ બાદ, ૬ એપ્રિલ, ૧૯૫૦ ના રોજ ડૉ. મુકર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. આરએસએસના શ્રી ગોળવળકર ગુરુજી સાથે ચર્ચા કર્યા બાદ, ડૉ. મુકર્જીએ ૨૧ મી ઓક્ટોબરના રોજ ભારતીય જન સંઘની સ્થાપના કરી. , ૧૯૫૧ માં, દિલ્હીમાં તેના પ્રથમ પ્રમુખ બન્યા. ૧૯૫૧-૫૧ની ચૂંટણીમાં, ભારતીય જન સંઘએ સંસદમાં 3 બેઠકો જીતી હતી, તેમાંના એક ડૉ. મુકર્જીના હતા. તેમણે સંસદની અંદર ૩૨ લોકસભાના સાંસદો અને 10 રાજ્ય સભાના સાંસદની ગઠબંધનવાળી નેશનલ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી.

ડૉ. મુકર્જી, બાકીના ભારત સાથે જમ્મુ અને કાશ્મીરના એકીકરણના હિમાયતી હતા. તેમણે કલમ ૩૭૦ હેઠળની વ્યવસ્થાને ભારતના બાલ્કનાઇઝેશન તરીકે વર્ણવ્યું. ભારતીય જન સંઘે, હિન્દુ મહાસભા અને રામ રાજ્ય પરિષદ સાથે, કલમ ૩૭૦માં કરવામાં આવેલ અનિષ્ટકારક જોગવાઈઓને દૂર માટે સત્યાગ્રહ શરૂ કર્યો. ડૉ. મુકર્જી ૧૯૫૩ માં કાશ્મીરની મુલાકાત લેવા ગયા અને કુખ્યાત પરમિટ સિસ્ટમનો ભંગ કર્યો, ૧૧ મે, ૧૯૫૩ ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ અને ત્યારબાદની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ૨૩ મી જૂન, ૧૯૫૩ ના રોજ તેઓ અવસાન પામ્યા.

તેઓ એક પીઢ રાજકારણી હતા. તેમના જ્ઞાન અને ઉદારતા માટે તેઓ તેમના મિત્રો અને શત્રુઓ તેમનો આદર કરતા હતા. તેમના જ્ઞાન અને શિક્ષણ સાથે કેબિનેટમાં મોટાભાગના પ્રધાનોમાં તેમની આગવી પ્રતિભા તરી આવતી. ભારતે એક મહાન પુત્ર ખૂબ જલ્દી ગુમાવી દીધો.