મતવિસ્તાર

ક્રમ
વિગત
માહિતી
નકશો – નવસારી જીલ્લા મતવિસ્તાર
(Ref-5)
નકશો- જલાલપોર મતવિસ્તાર
સ્થાન અને ભોગોલિક રૂપરેખાંકન – નવસારી જિલ્લા પ્રોફાઇલ
સ્થાન: નવસારી જીલ્લો 20 °.07 – 21 °.00 ઉત્તર રેખાંશ અને 72 °.43 પૂર્વ અક્ષાંશ વચ્ચે સ્થિત છે. પશ્ચિમથી અરબી સમુદ્ર કિનારે આવેલો એક તટવર્તી જીલ્લો છે અને તે દક્ષિણમાં વલસાડ જીલ્લા અને પૂર્વમાં તે ડાંગ જિલ્લાની નજીક છે. ગુજરાતમાં નવસારી જીલ્લાને ભૂતકાળમાં 2 ઓક્ટોબર, 1997 થી વલસાડ જીલ્લાથી અલગ કરવામાં આવ્યું હતું. જલાલપોર મતવિસ્તાર – જલાલપોર તાલુકાના ગામો અને નવસારી તાલુકાના ઉત્તર તરફના ગામોનો બનેલો છે. નવસારી જીલ્લામાં તે ઉત્તર-પશ્ચિમમાં વિસ્તાર પામેલ છે. ભોગોલીક રૂપરેખાંકન: જલાલપોર મતવિસ્તારની જમીન મુખ્ય ૨ ભાગમાં વહેંચાયેલી છે : ૧. જલાલપોર વિભાગના પશ્ચિમના કાંઠા વિસ્તારના પાણી ભરાવાને કારણે ખારાશ વાળી જમીન. ૨. નવસારી શહેરનો પૂર્વ અને પશ્ચિમનો વિસ્તાર કાળી જમીનનો જે “ગ્રીન બેલ્ટ” તરીકે ઓળખાય છે. જે બાગકામ અને નર્સરી માટે યોગ્ય છે. (Ref -1)
મતદાતાઓ અને ધારાસભ્ય
મતદાતાઓ: કુલ – ૨૧૩૨૨૬ – પુરુષો – ૧૧૦૧૩૨, સ્ત્રીઓ – ૧૦૩૦૮૮, અન્ય – ૬ (http://www.onefivenine.com/india/assembly/Gujarat/Jalalpore) (Ref-6) છેલ્લા ૪ ટર્મના ધારાસભ્ય – ૧૯૯૮- શ્રી આર. સી. પટેલ, ૨૦૦૨- શ્રી આર. સી. પટેલ, ૨૦૦૭ – શ્રી આર. સી. પટેલ, ૨૦૧૨ – શ્રી આર. સી. પટેલ (http://www.onefivenine.com/india/assembly/Gujarat/Jalalpore) (Ref-6)
મતવિસ્તારમાં આવતા ગામો અને શહેર
૧.જલાલપોર તાલુકા –
અબ્રામા, સરાવ, આસણા, કાળાકાછા, એરૂ, હાંસાપોર, સંદલપોર, આરક, રણોદ્રા, કોથમડી, એથાણ, ભુતસાડ, પનાર, ચીજગામ, કનેરા, કૃષ્ણપુર, ડાભેલ, સીમલક, વેડછા, ડાંભર, દાંડી, સામાપોર, ચોખડ, કોલાસણા, મટવાડ, કરાડી,કુચેદ, સિસોદ્રા(આ), પારડી, મછાડ, પેથાણ, મંદિર, તવડી, મિરજાપોર, પરસોલી, માંગરોળ, નીમળાઈ, માણેકપોર, ટંકોલી, સાગરા, પોંસરા, ઉભરાટ, વેસ્મા, સડોદરા, વાંસી, બોરસી, દીવાદાંડી(માછીવાડ), સુલતાનપુર, આટ, ખંભલાવ, દેલવાડા, વડોલી, અલુરા, ભીનાર, કડોલી, મહુવર, દિપલા, દાંતી, ઓંજલ, માછીવાડ(ઓંજલ), છીણમ, પરૂજણ, કરાંખટ, મરોલી, નડોદ, મગોબ, ભાઠા, સીમળગામ, ડાલકી, કલથાણ, ખરસાડ, કરોડ-કોઠવા, બોદાલી, વાડા
૨. નવસારી તાલુકા –
આસુંદર, સરઈ, ધામણ, પરથાણ, વેજલપોર, તેલાડા, સરોના, પેરા, કુરેલ, સુપા, પીનસાડ, પડઘા, કાદીપોર, આમરી, આમડપોર, મોલધરા, તરસાડી, ખેરગામ, વચ્છરવાડ, શાહુ, સીંગોદ, દંડેશ્વર, ઓંણચી, વીરવાડી, ધારાગીરી, નસીલપોર, ભટ્ટાઈ, મુનસાડ, વસર, અંબાડા, ઉગત, નવાપરા, સિસોદ્રા(ગણેશ), તીઘરા, અરસાણ.(Ref-4)
કુદરતી સંસાધનો:
– નદીઓ
પાણીનો પુરવઠો પૂરી પાડતી નદીઓ પૂર્ણા(તા.નવસારી), અને મીંઢોળા(તા.જલાલપોર). જે બારેમાસ નદીઓ છે. (Ref-1)
– જંગલ
વાંસદા પછીનું મહતમ ગીચતા ધરાવતું જંગલ જલાલપોર મતવિસ્તારમાં જોવા મળે છે. જેમાંથી મુખ્ય બળતણ માટે લાકડાનો પુરવઠો મળી રહે છે. જલાલપોર તાલુકામાં રિઝર્વ જંગલ કુલ ૩૩૬૦ હેકટરમાં વિસ્તરેલ છે. (Ref-1, 3)
– વરસાદ
જલાલપોર તાલુકામાં આશરે કુલ ૫૯ દિવસ વરસાદ રહે છે. જેમાં વાર્ષિક આશરે ૧૪૫૯ મીમી વરસાદ નોંધાય છે. (Ref-1)
– આબોહવા
દરિયાકિનારાની બાજુએ વધુ ભેજવાળા વિસ્તારમાં મધ્યમ આબોહવા રહે છે. (Ref-1)
– દરિયો
જલાલપોર મતવિસ્તારમાં અરબી સમુદ્રનો દરિયાકિનારો આશરે 53 કિમી છે. (Ref-1)
ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્ર
– ખેતી (મુખ્ય પાકો)
ડાંગર, ઘઉં, જુવાર, ચણા, મકાઈ, દીવેલ અને અન્ય કઠોળ (Ref-1)
– મુખ્ય ફળો
કેરી, કેળા, પપેયા, ચીકુ, નારિયેળ, જમરૂખ અને અન્ય ફળો (Ref-1)
– મુખ્ય શાકભાજી
રીંગણ, ટામેટા, કોબીજ, ફ્લાવર, ડુંગળી અને અન્ય પાંદડાવાળા શાકભાજી (Ref-1)
– મુખ્ય ફૂલો
ગુલાબ, ગલગોટા, લીલી અને અન્ય ફૂલો (Ref-1)
– મસાલા
ધાણા, આદું, હળદર, મેથી અને અજમો (Ref-1)
– પાલતું પશુઓ
ગાય, ભેંસ, બકરી, બળદ, ઘેટા, અને મરઘાં (Ref-1)
– મત્સ્યોદ્યોગ
જલાલપોર મતવિસ્તારમાં અરબી સમુદ્રનો દરિયાકિનારો આશરે 53 કિમી છે. જલાલપોર વિસ્તારમાં દરિયાકાંઠે આવતા ગામોમાં ખારા પાણીના ઝીંગા ઉછેરનો વિકાસ ખુબ થયો છે. તાલુકામાં માછીવાડ(ઓંજલ), કૃષ્ણપુર તેમજ બોરસી-માછીવાડ(દાંડી) જે માછીમારી માટેના મુખ્ય ગામો છે. (Ref-1)

મત્સ્યઉદ્યોગ સંબંધી માહિતી

ક્રમ
વિગત
સંખ્યા
૧.
માછલા પકડવાની હોડીઓની કુલ સંખ્યા
(અ) યાંત્રિક હોડીઓ - ૬૯૪
(બ) બીન યાંત્રિક હોડીઓ - ૩૭૮
૧૦૭૨
૨.
સક્રિય માછીઓની સંખ્યા
૧૯૦૮૨
૩.
માછલીનું ઉત્પાદન (૨૦૧૪-૧૫)
દરિયાઈ -૧૯૬૮૦
આંતર દેશીય – ૬૮૯૦
૪.
માછીમાર પ્રાથમિક સહકારી મંડળીઓ
૧૭
૫.
માછીમાર પ્રાથમિક સહકારી મંડળીઓની સભ્ય સંખ્યા
૬૧૭૭
૬.
માછીમાર પ્રાથમિક સહકારી મંડળીઓની ભરપાઈ થયેલી શેર મૂડી
૨૩૫૧૧૪૦
૭.
અન્ય ભંડોળ
અપ્રાપ્ય
(Ref-7)
– મીઠા ઉદ્યોગ
દરિયાઇ વિસ્તારમાં ૫૩ કિલોમીટરની લંબાઈ અંદર ફેલાયેલ મીઠું ઉદ્યોગ સારી રીતે વિકસાવવામાં આવે છે. જલાલપોર તાલુકા (સુલતાનપુર) ખાતે એક માત્ર મીઠું ઉદ્યોગ કાર્યરત છે. જે ૯૯૦ એકરમાં ફેલાયેલું છે. મીઠું ઉદ્યોગ જે ચોમાસાની ઋતુમાં બંધ રહે છે. (Ref-1)

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનું ઉત્પાદન નીચે મુજબ છે :

વર્ષ
ઉત્પાદન (In MT)
૨૦૧૧-૧૨
૭૦૦૦
૨૦૧૨-૧૩
૮૦૦૦
૨૦૧૩-૧૪
૭૦૦૦
માળખાગત સુવિધાઓ
– માર્ગો
જલાલપોર મતવિસ્તારમાં સુધરાઈ સિવાયના આવતા કાચા અને પાકા માર્ગોની લંબાઈ આશરે ૪૩૬.૬૬ કિ.મી.અને નવસારી તાલુકામાં આવતા કાચા અને પાકા માર્ગોની આશરે લંબાઈ ૨૨૫ કિ.મી. છે.
– રેલ્વે
જલાલપોર મતવિસ્તારનાં નવસારી, હાંસાપોર, વેડછા અને મરોલી વિભાગમાં રેલ્વે આવેલ છે.
– વીજળી
તાલુકામાં આર્થિક વિકાસ માટે વીજળી પૂર્વ-આવશ્યક છે. જે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા તાલુકાને વીજળી મળે છે.

વિદ્યુત વિતરણ માટે હાલના ઉપ-સ્ટેશન:

ઉપ-સ્ટેશનનું નામ
તાલુકા
પાવર ટ્રાન્સફોર્મર (કેવીમાં વોલ્ટેજ રેશિયો મુજબ)
ક્ષમતા (In MVA)
૬૬ KV સુલતાનપુર
જલાલપોર
૬૬/૧૧ KV
૬૬/૧૧ KV
૧૦
૧૦
૬૬ KV માંગરોળ
જલાલપોર
૬૬/૧૧ KV
૬૬/૧૧ KV
૧૦
૧૦
૬૬ KV એરુ
જલાલપોર
૬૬/૧૧ KV
૬૬/૧૧ KV
૧૫
૧૫
૬૬ KV સીંગોદ
નવસારી
૬૬/૧૧ KV
૬૬/૧૧ KV
૧૦
૧૦
૬૬ KV પોંસરા
જલાલપોર
૬૬/૧૧ KV
૬૬/૧૧ KV
૧૫
૧૫
૬૬ KV વેસ્મા
જલાલપોર
૬૬/૧૧ KV
૨૦
– શાળાઓ
જલાલપોર તાલુકામાં આશરે ૯૮ પ્રાથમિક શાળાઓ, ૩૮ માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓ આવેલ છે.(Ref-7)
– કોલેજ
જલાલપોર તાલુકામાં આવેલ ટેકનિકલ કોલેજો અને સંસ્થાઓ
અ)એન્જીન્યરીંગ કોલેજ
૧. જીઆઇડીસી ડિગ્રી એન્જીન્યરીંગ કોલેજ, બ્લોક નં. ૯૯૭, ગામ – અબ્રામા -૩૯૬૪૦૬ તા. જલાલપોર, જી. નવસારી
ફોન:૦૨૬૩૭-૨૨૯૦૪૦
· જેમાં મિકેનીકલ, સિવિલ, કમ્પ્યુટર, ઓટોમોબાઇલ, અને ઈલેકટ્રીકલ એન્જીન્યરીંગના કોર્ષ ચાલે છે.
૨. એમ.જી. ટેકનિકલ શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સંસ્થા, એન.પી.ઇ. કેમ્પસ, એરૂ આટ રોડ, પો: ભુતસાડ -૩૯૬૪૫૦ તા. જલાલપોર જી. નવસારી
ફોન.૦૨૬૩૭ ૬૫૬૩૧૩/૬૫૬૨૧૨
· જેમાં મિકેનીકલ, સિવિલ, કમ્પ્યુટર વિજ્ઞાન & એન્જી., ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રોનીક કોમ્યુનિ એન્જીન્યરીંગના કોર્ષ ચાલે છે.
બ) ડીપ્લોમાં કોલેજ
વલ્લભબુધી પોલિટેકનિક એન.પી.ઇ. કેમ્પસ, ભાનુનગર, એરૂ આટ રોડ, પો: ભુતસાડ-૩૯૬૪૫૦, ટેલીફોન : ૦૨૬૩૭ ૬૫૬૪૧૪/૬૫૬૨૧૨
· જેમાં મિકેનીકલ, સિવિલ, ઈલેકટ્રીકલ, કમ્પ્યુટર અને ઈલેકટ્રોનીક કોમ્યુનિ. એન્જીન્યરીંગના કોર્ષ ચાલે છે.
ક) ઓદ્યોગિક સંસ્થા
૧. નુતન એજ્યુકેશન સમાજ
આઈ. ટી. આઈ. (સરકારી સહાય), વેસ્મા, તા. જલાલપોર -૩૯૬૪૭૫ ફોન: ૨૬૨૦૫૯
· જેમાં ડ્રાફ્ટમેન સિવિલ અને ફીટરના કોર્ષ ચાલે છે.
૨.સરકારી આઈટીઆઈ,
આઈએડીપી કમ્પાઉન્ડ, દાંડી રોડ, એરુ ચાર રસ્તા, જલાલપોર -396450 નવસારી ફોન: 02637-2282080
· જેમાં ફીટર, ઈલેકટ્રીશીયન, કોમ્પ્યુ. ઓપ. કમ પ્રો. આસીસ્ટન્ટ અને વેલ્ડર જેવા કોર્ષ ચાલે છે. (Ref-1)
ડ) કૃષિ કોલેજ
નવસારી કૃષિ યુનિવર્સીટી
એરૂ ચાર રસ્તા, વિજલપોર, તા. જલાલપોર, જી. નવસારી
ફોન: ૦૨૬૩૭ – ૨૯૩૮૦૪ નવસારી કૃષિ યુનિવર્સીટીમાં વિવિધ પ્રકારની કૃષિ અને પ્રાણીશાસ્ત્રને લગતી કોલેજો આવેલ છે. એમાં જલાલપોર મતવિસ્તારમાં ચાલતી કોલેજો નીચે મુજબ છે:
- એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર
- અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી
- અસ્પી ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીબીઝનેસ મેનેજમેન્ટ
- કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ, નવસારી
- વનબંધુ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી
(Ref-7)
– હોસ્પિટલ
જલાલપોર તાલુકામાં આશરે ૧૧ સરકારી દવાખાના આવેલ છે. (Ref-7)
– સંદેશા વ્યવહાર
જલાલપોર મતવિસ્તારમાં કુલ ૧૨ પેટા ટપાલ કચેરી અને ૪૫ શાખા ટપાલ કચેરી આવેલ છે. (Ref-1)
– બંદર
નવસારી જીલ્લામાં 3 નાનાં બંદરો છે, જેમાં ૧) વાંસી બોરસી, ૨) ધોલાઇ અને ૩) ઓંજલ. (Ref-1)
– સહકારી મંડળીઓ
એતિહાસિક સ્થળ
જલાલપોર મતવિસ્તારમાં દાંડી એતિહાસિક સ્થળ તરીકે ખુબજ જાણીતું છે. દાંડી સત્યાગ્રહ ઈ.સ. ૧૯૩૦માં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, જે ગાંધીજીને અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ,૧૯૩૦ ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ,૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયાકિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, “મૈને નમક કા કાનુન તોડા હૈ”… અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં “દાંડીકુચ” તરીકે પણ ઓળખવામાં આવે છે.(https://gu.wikipedia.org/wiki/) ગાંધીજીને મધરાત્રીએ હાંસાપોરના રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસાડીને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.જે સ્ટેશન આજે “ગાંધી સ્મૃતિ”ના નામથી જાણીતું છે.
Ref-1: DISTRICT INDUSTRIAL POTENTIALITY SURVEY REPORT OF NAVSARI DISTRICT [ 2015-16 ] Prepared by : P.L.SHAH ASSTT. DIRECTOR (STATISTICS) III III MICRO, SMALL & MEPIUM ENTERPRISES)
Ref-3: Government of India Ministry of MSME Brief Industrial Profile of NAVSARI District(Navsari -1)
Ref-4: DELIMITATION COMMISSION OF INDIA NIRVACHAN SADAN, ASHOKA ROAD, NEW DELHI - 110001.(Gujarat))(નવસારી તાલુકા- ગામના નામ)(જલાલપોર તાલુકાના જાતિ પ્રમાણે વસ્તી-ગામોના નામ)
Ref-5: Gujarat Assembly Election -2012 Statistical Report
Ref-6: Navsari Constituency Map
Ref-7: નવસારી જીલ્લા પંચાયત આંકડાકીય રૂપરેખા-૨૦૧૬