માર્ગ

શ્રી આર. સી. પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા તે સમયે મતવિસ્તારના રસ્તાઓની દશા ખુબ જ ખરાબ હતી, ઘણા ગામોમાં જવા માટે પાકા રસ્તા પણ ન હતા, ઘણા ગામોના રસ્તા કાદવ-કીચડ વાળા રહેતા હતા. તેઓ માનતા હતા કે સારા રસ્તા વગર વિકાસ શક્ય નથી, વિકાસ જ નહિ પરતું આવા ખરાબ રસ્તાઓ જીવન નિર્વાહ, આરોગ્ય અને શિક્ષણમાં પણ અગવડ દાયક હતા. આથી ધારાસબ્ય બન્યા બાદ તેમણે જલાલપોર મતવિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા માર્ગોના કાર્યને પ્રાધાન્યતા આપી. ૨૦૧૭ સુધીમાં એ દિશામાં નીચેના કાર્યો સમયબદ્ધ રીતે એમના માર્ગદર્શન અને આગેવાનીમાં પરિપૂર્ણ કરવામાં આવેલ છે.

 

1. ૨૦૦૨ થી ૨૦૦૭ દરમ્યાન જલાલપોર મતવિસ્તારમાં કુલ ૧૪૬.૬૫ કિમી લંબાઈના અને કિંમત રૂ. ૧૨૩૬.૭૫ લાખના રસ્તાઓનું કામ કરવામાં આવેલ છે.  જલાલપોર, બોદાલી, મછાડ, કરાડી રોડની ૧૦.૨૦ કિમી લંબાઈ, કિંમત રૂ. ૧૭૦.૦૦ લાખ અને આટ દાંડી રોડ ૬.૧૦ કિમી લંબાઈ, કિંમત રૂ.૧૧૩.૦૦ લાખ જે મુખ્ય હતા.

૨૦૦૨ થી ૨૦૦૭ દરમ્યાન બનેલા માર્ગો

2. ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન જલાલપોર મતવિસ્તારમાં કુલ ૨૩૨.૩૬ કિમી લંબાઈના રસ્તાઓ જેની કુલ કિંમત રૂ. ૪૮૬૨.૭૦ લાખ છે. માંદરિયા, સુલતાનપુર, અબ્રામા, વેડછા, ડાંભર, અડદા, કછોલ, ખડસુપા એન.એચ. ૮ને જોડતો ૧૦.૩૦ કિમી લંબાઈ, કિંમત રૂ. ૫૫૯.૨૫ લાખ અને સરાવ, કરોડ રોડ ૫.૬૦ કિમી લંબાઈ, કિંમત રૂ. ૧૯૬.૦૦ લાખના ખર્ચે કામ કરવામાં આવેલ છે. જે મુખ્ય હતા.

૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન બનેલા માર્ગો

3. ૨૦૧૨ થી ૨૦૧૭ દરમ્યાન જલાલપોર મતવિસ્તારમાં કુલ ૩૭૯.૨૩ કિમી લંબાઈના રસ્તાઓનું બાંધકામ કરવામાં આવેલ છે. જેની કિંમત રૂ. ૧૪૧૫૫.૫૧ લાખ છે. દાંડીથી ઓંજલ થઈ ચીજગામને જોડતો રોડ ૧૨.૯૦ કિમી લંબાઈ, કિંમત રૂ. ૨૦૭૮.૫૦ લાખ અને નવસારી, ધોળાપીપળા, પેરા, સરોણા, વાઘેચ રોડ જે ૭.૮૦ કિમી લંબાઈ, કિંમત રૂ. ૫૭૬.૪૬ લાખ ના ખર્ચે કાર્ય કરવામાં આવેલ છે.

૨૦૧૨ થી ૨૦૧૭ દરમ્યાન બનેલા માર્ગો