ઐતિહાસિક સ્થળ

‘નમક કા કાયદા તોડ દિયા’ – આ ઐતિહાસિક શબ્દો સાથે ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડ્યો હતો. જે જગ્યાએ આ શબ્દો ઉચ્ચારાયા હતા તે દાંડી ગામ એટલે ‘દાંડીકૂચ’ નામે જાણીતા બનેલા સ્વાતંત્રય સંગ્રામનું અભિન્ન અંગ, જયાંથી ગાંધીજીએ અંગ્રેજોની સામે એક નવી લડતનો આરંભ કર્યો હતો. અહીં કરાડી ગામ ખાતે ગાંધીજી એક ઝૂંપડીમાં રહ્યા હતા અને નજીકના રેલવે સ્ટેશનેથી અંગ્રેજો દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી જે આજે ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે.

આવા ઐતિહાસિક અને મહત્વના સ્થળનું મહત્વ અને ગૌરવ જળવાય તેમજ નવી પેઢીને તેમાંથી પ્રેરણા મળે તે માટે સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત આ વિસ્તારમાં એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ શરૂ કરાયેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ કરાડી ગામ, ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન અને દાંડીમાં દાંડી મેમોરિયલ વિ. સ્થળો પર ઉન્નતિકરણ અને નવી સુવિધાઓનું બાંધકામ હાથ ધરાશે.

આ પ્રોજેક્ટના હેઠળ દાંડીકૂચ માટે એવા મહત્વના સ્થળોએ નીચેની સુવિધાઓ ઊભી કરાશે.

 • કરાડી ગામ ખાતે
  • એન્ટરન્સ પ્લાઝા
  • એમ્ફીથિયેટર
  • વર્કશોપ માટેની સુવિધા
  • ખાદી પ્રદર્શન હોલ
  • પ્રદર્શન ગેલેરી
  • પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્ર અને એ. ટી. એમ સાથેનો ક્લોક રૂમ
  • આકર્ષક તળાવ
  • મીઠું પકાવવાની પ્રક્રિયાનું નિદર્શન
  • સભાગૃહ અને અનુવાદ કેન્દ્ર
  • કેફેટેરિયા
  • ગાંધી કુટિયા
  • ગાંધી કુટિયાની ફરતે સુંદર લેન્ડસ્કેપીંગ
  • પાર્કિંગનું સુવિધા
 • ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનનું ઉન્નતીકરણ
 • દાંડી ખાતે
  • હાલના મ્યુઝિયમ બિલ્ડિંગનું નવીનીકરણ અને ઉન્નતિકરણ
  • સભાગૃહ અને પ્રદર્શન હોલનું નિર્માણ
  • ધ્યાન કેન્દ્ર
  • કેફેટેરિયા
  • ગાંધી ઘાટ
  • પાર્કિંગની સુવિધા