નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત જલાલપોર વોર્ડ નં ૧ ખાતે રૂપિયા ૧ કરોડ ૯ લાખ અને ૪.૫ કિ.મી લંબાઇના ખેતીવાડીના સીમ રસ્તાઓ પર મેટલીંગના કામનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિબેન દેસાઇ, બાંધકામ સમિતીના ચેરમેન શ્રી જગદીશભાઇ મોદી, જલાલપોર વોર્ડ નં ૧ ના સુધરાઇ સભ્ય તથા માધ્યમિક શાળાના કમીટી ચેરમેન શ્રીમતી કેયુરીબેન દેસાઇ, હિતેશભાઇ ઘેવરીયા, નવીનભાઇ રાઠોડ તેમજ નવસારી નગરપાલિકાના નગરસેવકો તથા જલાલપોરના નગરજનો હાજર રહ્યા હતા…












