આજરોજ ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકા મંડળની કારોબારી સભા ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય, કાલિયાવાડી, નવસારી ખાતે મળી.
આજની સભામાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ સાથી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, મંડળ પ્રભારી શ્રી અશોકભાઈ ગજેરા, શ્રીમતી રેખાબેન પટેલ, મંડળ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, નવસારી તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તેમજ સરપંચો તથા ગ્રામ અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






