દક્ષિણ ગુજરાતમાં તારાજી વેરનાર ‘’તાઉ – તે’’ વાવાઝોડા દરમ્યાન મારા મત વિસ્તારના વાડા (પોંસરા) ગામના યુવા માસૂમ યુસુફ વરિયાવાનું ઘરની છત ઉડીને પડતા અવસાન થયું હતું. રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મૃતક યુવકના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરી હતી જે અંતર્ગત આજે મૃતકના પરિજનોને રૂબરૂ મળી સાંત્વના સાથે રાજ્ય સરકાર દ્વારા ઘોષિત સહાયનો ચેક અર્પણ કર્યો…



