ગુજરાતના તટીય વિસ્તાર પર ત્રાટકનાર સંભવિત “તાઉ તે’’ વાવાઝોડાની અસર નવસારી જિલ્લામાં થવાની શકયતા હોઈ મારા મત વિભાગ જલાલપોર તાલુકાના દરિયા કાંઠાના બોરસી – માછીવાડ, ઉભરાટ, દાંતી, કણીયેટ, કૃષ્ણપુર, ઓજલ – માછીવાડ વગેરે ગામોની મુલાકાત લીધી…
સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચીવળવા સ્થાનિક કક્ષાએ સરપંચો તથા ગ્રામ અગ્રણીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ તૈયારીની પ્રત્યક્ષ માહિતી લીધી અને જરૂરી સૂચન કર્યા…



















