ભાજપા – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી પેજ સમિતિ અભિયાનના ભાગરૂપે આજે નવસારી જિલ્લાના કુલ : ૯૮૧ બુથમાં બનેલ પેજ સમિતિના ઓળખકાર્ડ વિતરણ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના અધ્યક્ષ સ્થાને આયોજિત થયો જેમાં ઉપસ્થિત રહ્યો…
આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપાના દરેક ઉમેદવારની ભવ્ય જીત માટે પેજ સમિતિ ચાવીરૂપ સાબિત થશે એવો વિશ્વાસ છે… 🌷🌷🌷
આજના પેજ સમિતિ ઓળખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, માજી મંત્રી વડીલ શ્રી મંગુભાઈ પટેલ, જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી બાબુભાઇ જીરાવાલા, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મંડળ પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ તેમજ અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા…





















