૧૭૩ – ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ‘કાર્યકર્તા બેઠક’ માં ઉપસ્થિત રહ્યો.
આજની આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઇશ્વરસિંહ પરમાર,શ્રી રમણભાઈ પાટકર, સાંસદ શ્રી ર્ડા. કે. સી. પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ તેમજ નવસારી, સુરત અને તાપી જિલ્લાના ચુંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદેદારો અને ટીમ ડાંગના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.
ડાંગ વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ભવ્ય વિજય મેળવે તે માટે દરેક કાર્યકર્તાઓને જવાબદારીપૂર્વક કામે લાગી જવા આહવાન કર્યું હતું.







