માર્ગ અને મકાન વિભાગ – ગુજરાત રાજ્ય દ્વારા જલાલપોર મત વિભાગના ૧૧.૧૦ કરોડના ખર્ચ સાથે ત્રણ માર્ગોના મજબૂતીકરણના કામનું ઇ – ભૂમિપૂજન રાજ્યના નાયબ મુખ્યમંત્રી મા. શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે થયું.
ઇ – ભૂમિપૂજનમાં કોળી સમાજ ટ્રસ્ટ ભવન – મરોલી ખાતે જિલ્લા પંચાયત – નવસારીના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ, જિલ્લા પંચાયત – નવસારીના માજી પ્રમુખ શ્રી દિનેશભાઇ પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ભૂરાલાલ શાહ, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ દેસાઈ, જલાલપોર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ તેમજ વિભાગના અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ માર્ગોમાં ક્સ્બા – છીણમ – દેલવાડા – માંગરોળ – ભિનાર રોડના માટે રૂ. ૯.૫૦ કરોડ, ભાઠા એપ્રોચ રોડ માટે રૂ. ૮૦.૦૦ લાખ તેમજ આસણા – કાલાકાછા રોડ માટે ૮૦.૦૦ લાખના ખર્ચ થી માર્ગનું મજબૂતીકરણ / નવીનીકરણ થશે. ગ્રામીણ માર્ગોનું નવીનીકરણ થવાથી મરોલી વિભાગના લોકોની મુસાફરી અને જિલ્લા મથક સાથેની કનેક્ટિવિટી સરળ અને ઝડપી બનશે.
નોવેલ કોરોના વાયરસ(COVID – 19) મહામારી વચ્ચે પણ ગુજરાતના વિકાસ રથને અવિરત આગળ લઈ જવા બદલ ગુજરાત સરકાર અને મા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો અંતઃકરણથી આભાર…











