નોવેલ કોરોના વાયરસ(COVID – 19) મહામારી સામે પ્રથમ હરોળમાં લડતા વોરિયર્સને તેમના પોતાના રક્ષણ માટે PPE કીટ સામુહિક આરોગ્ય કેન્દ્ર – મંદિર ના ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મીઓ માટે ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાના સહયોગથી અર્પણ કરી. નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મંદિર ગામના ૪૦૦૦ લોકો માટે વિતરિત કરી.
લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી માટેના આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે.
કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે.



