કોરોના વાયરસ(COVID – 19) મહામારી સામે પ્રથમ હરોળમાં લડતા વોરિયર્સને તેમના પોતાના રક્ષણ માટે PPE કીટ સામુહિક આરોગ્ય કેન્દ્ર – મરોલીના ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મીઓને ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લાના સહયોગથી અર્પણ કરી. કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરેલ હોમીયોપેથીક દવા મહુવર ગામના ૧૩૦૦૦ લોકોને માટે વિતરિત કરી.
કોરોના વાયરસ (COVID – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે.




