નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ વેસ્મા, આરક, સિસોદ્રા, સડોદરા, કુચેદ અને સંદલપોર ગામોની વેસ્મા આઉટ પોસ્ટના પીએસઆઇ શ્રી પી. વી. પાટીલ સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી, તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી.
ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.










