નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને જલાલપોર મામલતદાર કચેરી ઘ્વારા બોદાલી પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં બોદાલી, દાંડી, સામાપોર, મટવાડ, કરાડી, મછાડ, પેથાણ, બોદાલી, કોથમડી, એથાણ અને ભૂતસાડ ગામના નાગરિકોના આવક, જાતિ, ક્રિમીલેયર ડોમીસાઇલ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, આધારકાર્ડની અરજી, મા અમૃતમ યોજના, વાત્સાલ્ય, કાર્ડ, સમાજ કલ્યાણલક્ષી યોજનાની અરજીઓ, સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાયની અરજીઓ જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવા, વિજળી, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા બાજપાઇ બેંકેબલ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અર્થે અનેક અરજીઓની નોંધણી કરી સેવા સેતુ યોજનામાં સ્થળ પર પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવતા લાભાર્થીઓમાં હર્ષની લાગણીઓ જોવા મળી હતી…
