આજે ગણતંત્ર દિવસે વિજલપોર નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ભારતના ગૌરવના પ્રતિક અને દેશની આન બાન શાન સમા 30 મીટરની ઊંચાઈવાળા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવાની સુવર્ણ તક સાંપડી.
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ કાસુન્દ્રા તથા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં…