174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 24, 2022

જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના સરઈ અને પડઘા ગામે પહોંચી, મતદાર ભાઈ-બહેનોને મળી જલાલપોરની વિકાસયાત્રા ચાલુ રાખવા માટે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને અવસર આપવા અનુરોધ કર્યો.

આ પ્રસંગે ગામલોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી સમર્થન પાઠવવામાં આવ્યું, જે બદલ તેમનો આભારી છું.