નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો – ૨૦૧૭

October 14, 2017

ચીખલી સુરખાઇ ધોડિયા સમાજની વાડી ખાતે નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. આ ગરીબ કલ્યાણ મેળામાં નવસારી, જલાલપોર તાલુકાના અને નવસારી, વિજલપોર નગરપાલિકાના ૧૯૯૯ લાભાર્થીઓને રૂપિયા ૮૭.૭૯ લાખ, ચીખલી, ગણદેવી તાલુકો અને ગણદેવી, બીલીમોરા નગરપાલિકાના ૨૬૦૭  લાભાર્થીઓને  ૩.૧૭  કરોડ અને વાંસદા તેમજ  ખેરગામ  તાલુકાના ૨૩૪૧ લાભાર્થીઓને ૭૫.૬૧ લાખની સહાય ચેક, સાધન  સ્વરૂપે આપવામાં આવી હતી. નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન કુલ ૩૯ હજાર ઉપરાંત લાભાર્થીઓને આવરી લઇ રૂપિયા ૪૦ કરોડની સહાય સાધન, ચેક, આવાસ વગેરે સ્વરૂપે આપવામાં આવી છે.