માણેકપોર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત માણેકપોર ચાર રસ્તાથી તવડી ટાટા નગરને જોડતો રસ્તો અને તવડી કણબીવાડ થી પુર્ણા રીવર રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫% વિવેકાધીન, એ.ટી.વી.ટી, ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત ડામર રોડ, આર.સી.સી રોડ,શેડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દિપેશભાઇ, જી.પં.સભ્ય શ્રીમતી અનીતાબેન, તા.પં. સભ્ય હેમલતાબેન, મનીષાબેન,મનીષભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
















