રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીએ નવસારી કૃષિ યૂનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે પૂર સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્તોને મળીને તેમને થયેલ નુકસાનની માહિતી લીધી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી…









