ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ : ૨૩ થી ૨૫ જૂન સુધી આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ અંતર્ગત જલાલપોર તાલુકાના સંદલપુર ગામે પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કર્યા…
શાળાના પટાંગણમાં સ્મૃતિ વૃક્ષનું પણ રોપણ કર્યું હતું…