ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક જ સમયે કુલ ૪૧ સ્થાનો ઉપર આયોજિત ‘સક્રિય કાર્યકર્તા મહાસંમેલન’ અંતર્ગત નવસારી તાલુકાના ખડસુપા ખાતે ભા. જ. પા. – નવસારી જિલ્લા આયોજિત સંમેલનમાં ઉપસ્થિત રહ્યો…
ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત આ મહાસંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં જિલ્લાના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…



























