જલાલપોર તાલુકાના માછીવાડ – દીવાદાંડી ખાતે નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ – ગાંધીનગરના સહયોગથી દરિયાઈ પાણીથી થતા ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દિવાલનું ૨૫ – નવસારી લોકસભાના સાંસદ તથા ભા. જ. પા. ગુજરાત પ્રદેશના કર્મઠ અધ્યક્ષ મા. શ્રી સી. આર. પાટીલજીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું…
રાજ્ય સરકારના મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભા. જ. પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદેદારો – પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો – ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
























