ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અંતર્ગત વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સીપેટ સંચાલિત વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું લોકાર્પણ ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજીના હસ્તે ચીખલી તાલુકાના ખુંધ ગામ ખાતે થયું…
લોકાર્પણ સમારોહમાં કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, શ્રમ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિતભાઇ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતબેન સગર તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના હોદેદારો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…








