ગુજરાતના રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના ૧૭ માં મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.જેમાં હાજર રહ્યો.
આ શપથવિધિ સમારોહમાં ભારત સરકાર ના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ, ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત સાહેબ, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ સાહેબ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરજી, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાજી, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોષીજી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાજી, રેલવે વિભાગના રાજ્યમંત્રી શ્રીમતિ દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીશ્રીઓ બી. એલ. સંતોષજી, શ્રી અરુણ સિંહજી, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન અને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ…







