શીંગોદ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત શીંગોદ થી શાહુને જોડતો રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, સામાજીક ન્યાય સમીતીના અધ્યક્ષ શ્રી અરવિંદભાઇ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી મહેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા શીંગોદ ગામના સરપંચ શ્રી કૌશીકભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

















