સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત વિકસતી જાતિ ની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા નું આજે જલાલપોર તાલુકાના ખંભલાવ (આટ) ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે ઇ – લોકાર્પણ કર્યું. ઇ – લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યના સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળા ના લોકાર્પણ પ્રસંગે ખંભલાવ (આટ) ખાતે નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી અમિતાબેન પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આદ્રા અગ્રવાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યા જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા હોદેદારો, સદસ્યો તેમજ વિભાગના અગ્રણીઓ સવિશેષ હાજર રહ્યા હતા. દીકરીઓ માટે ની આ આદર્શ નિવાસી શાળાના માધ્યમથી બક્ષીપંચ સમાજની દીકરીઓ શ્રેષ્ઠ તાલીમ મેળવે એવી અભ્યર્થના સહ ગુજરાત સરકારનો સમસ્ત જલાલપોર મતવિભાગ વતી આભાર…

July 13, 2020

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત વિકસતી જાતિ ની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા નું આજે જલાલપોર તાલુકાના ખંભલાવ (આટ) ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે ઇ – લોકાર્પણ કર્યું. ઇ – લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યના સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળા ના લોકાર્પણ પ્રસંગે ખંભલાવ (આટ) ખાતે નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી અમિતાબેન પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આદ્રા અગ્રવાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યા જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા હોદેદારો, સદસ્યો તેમજ વિભાગના અગ્રણીઓ સવિશેષ હાજર રહ્યા હતા.

 

દીકરીઓ માટે ની આ આદર્શ નિવાસી શાળાના માધ્યમથી બક્ષીપંચ સમાજની દીકરીઓ શ્રેષ્ઠ તાલીમ મેળવે એવી અભ્યર્થના સહ ગુજરાત સરકારનો સમસ્ત જલાલપોર મતવિભાગ વતી આભાર…